જામનગરના બકરી ઇદના તેહવારને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
Jamnagar Police : જામનગર શહેરમાં આગામી બકરી ઇદના તેહવારને અનુલક્ષીને જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એ.ચાવડા તથા દરબાગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી.રામાનુજ તથા સમગ્ર સ્ટાફ દ્વારા દરબારગઢ વિસ્તાર બહાર આવલા પાંચ હાટડી વિસ્તાર, પટણીવાડ, મોટાપીર ચોક સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ નોન-વેજના ધંધાર્થીઓ, પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારીઓ સહિતની જગ્યા પર ચેકીંગ કરી કેટલાક વાહનો ડિટેઇન કરાયા હતા.