Gujarat

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હુમલો

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હુમલો

Surat News : સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડબલ મર્ડર કેસમાં 5ની ધરપકડ

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસ મામલે પોલીસે અત્યારસુધીમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર શિવા ટકલા નામનો આરોપી ફરાર હોવાથી આજે મંગળવારે (16 ડિસેમ્બર) બાતમીના આધારે પોલીસ તેને પકડવા પહોંચી હતી. આ દરમિયાન આરોપી શિવાએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. 

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 1 ડિસેમ્બરના રોજ માત્ર 20 હજારની ઉઘરાણી મામલે કુખ્યાત બુટલેગર સહિતના આરોપીઓએ ત્રણ યુવાનનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીએ ત્રણેય  યુવકને ઢોર માર મારીને ક્રૂરતા આચરી હતી. સમગ્ર ઘટનામાં સોએબ શેખ અને નાઝીમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક આરોપીના સકંજામાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. 

ઘણાં દિવસથી ફરાર હતો કુખ્યાત આરોપી શિવા

સમગ્ર મામલે ગોડાદરા પોલીસે અગાઉ શુભમ ઉર્ફે સની કાલિયા (ઉં.વ.22) અને મંગલ ઉર્ફે વિક્કી યાદવ (ઉં.વ.21) સહિત એક સગીરને ઝડપી પાડ્યા હતા. પોલીસે અત્યારસુધીમાં 5 આરોપીને ઝડપી પાડ્યા છે.  પરંતુ કુખ્યાત આરોપી શિવા છેલ્લા ઘણાં દિવસથી ફરાર હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાતમીના આધારે પોલીસ શિવાને પકડવા પહોંચી હતી. 

આ પણ વાંચો: સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત

બુટલેગર શિવા ટકલાનો ગુનાહિત ઈતિહાસ

સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગર શિવા ટકલા દારૂનો અડ્ડો ચલાવતો. કુખ્યાત શિવા ટકલા વિરૂદ્ધ અગાઉ પણ પોલીસ ટીમ પર હુમલો અને હોમગાર્ડની હત્યા સહિતના ગંભીર ગુનાને લઈને ફરિયાદ નોંધાયેલી છે.