Get The App

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો 1 - image

Jamnagar Police : મોરબી પંથકના એક મહિલા જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં આવ્યા હતા અને હાપા રેલવે સ્ટેશન જતી વેળાએ તેમનો રૂપિયા 6 લાખથી વધુની કિંમતના ઘરેણાં સાથેનો થેલો ગુમ થયો હતો, જે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે 'તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ અંતર્ગત શોધીને પરત સોંપ્યો હતો. જેથી મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક આર.બી.દેવધા તથા પંચકોશી એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ.એમ.એન. શેખ, તથા એ.એસ.આઇ. શોભરાજસિંહ જી.જાડેજા અને પો. કોન્સ શિવરાજસિંહ કે. જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ખીજડીયા ગામના ભાવનાબેન લાખાભાઇ ભીમાણી ઉવ.પર રહે. હરીપર તા માળીયા(મીયાણા) જી.મોરબી વાળાઓ ગઇ તા.12/11/2025ના સાંજના આશરે સાતેક વાગ્યે ખીજડીયા ગામથી હાપા ખાતે પોતાના સંબંધીના ઘરે જતા હોય ત્યારે પોતાની પાસે રહેલો એક થેલો, જેમાં પોતાના કપડા તથા સોના ચાંદીના દાગીના હતા. જે થેલો ક્યાક રસ્તામા પડી ગયો હોવાની પંચકોશીએ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, જેથી ઉપરોક્ત પોલીસ ટીમ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી હતી.

 જે દરમીયાન પોલીસને બાતમી મળી હતી કે દેવેન્દ્રસિંહ ભોજુભા જાડેજા રહે. ખીમરાણા વાળાને ઉપરોક્ત થેલો મળેલો છે, જે માહિતીના આધારે તેની પાસેથી ઉપરોકત થેલો મેળવી લઈ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકનો સંપર્ક કરી થેલામાં રહલાં સોના ચાંદીના અસલ દાગીનાઓ જેની કુલ રૂ.6,19,000ની કિંમતનું સોનું પરત સોંપવામા આવ્યું છે. તેથી મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.