Gujarat

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ

By GS TEAM
10 Apr 20261 min read
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ

 વડોદરા,પાંચ વર્ષ પહેલા ચોરી થયેલી બાઇક લઇને ખુલ્લેઆમ ફરતા ચોરને પકડવામાં  પોલીસ નિષ્ફળ રહી છે. ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચોરના કારણે  ઇ - ચલણ બાઇક માલિકના ઘરે જાય છે.

મકરપુરા બસ ડેપોની બાજુમાં સ્વસ્તિક ચેમ્બર્સમાં રહેતા વકીલ જયમિન મનુભાઇ ત્રિવેદીએ મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૦૩ - ૦૩ - ૨૦૨૧ ના  રોજ હું મારા કામથી પરત ઘરે આવ્યો હતો. મારી બાઇક ઘરની આગળ રાત્રે ૯ વાગ્યે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે હું બાઇક લેવા ગયો ત્યારે બાઇક ચોરી થઇ ગઇ હતી. તે સમયે અરજી આપી હતી ફરિયાદ કરી નહતી. ત્યારબાદ તા. ૧૮ - ૦૪ - ૨૦૨૫ અને તા.૨૪ - ૦૭ - ૨૦૨૫ ના રોજ ઇ - ચલણ આવ્યા હતા. જેથી,તપાસ કરતા મારી બાઇક ત્રણ સવારી નવલખી અને કીર્તિસ્થંભ પાસે ફરતી હતી. 

વકીલ જયમિન ત્રિવેદીએ આ અંગે ગયા ડિસેમ્બર મહિનામાં ફરીથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પરંતુ, પોલીસે ગુનો દાખલ કર્યો નહતો. છેવટે ઓનલાઇન ફરિયાદ કરતા છેવટે પોલીસને ગુનો દાખલ કરવો પડયો હતો.