પોલીસે એક જ વર્ષમાં ઇ-મેમો થકી વાહનચાલકોને બમણો દંડ ફટકાર્યો
- વર્ષ-2024 ની સરખામણીએ વર્ષ- 2025 ના પ્રથમ 6 માસમાં નિયમભંગ કરનારાની સંખ્યા વધી
- જાન્યુ.થી જૂન-2024 દરમિયાન 7,450 ચાલકોને રૂા. 49.98 લાખ દંડ કરાયો હતો : ચાલુ વર્ષના પ્રથમ 6 માસમાં 8,737 ચાલકોને રૂા. 82.57 લાખનો દંડ
ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વૉચ રાખવાની સાથોસાથ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા રોકવા ભાવનગર પોલીસે ઠેર-ઠેર નેત્રમ્ કેમેરા લગાવ્યા છે. નેત્રમ પોલીસને ગુનો ઉકેલવામાં મદદરૂપ થવાની સાથે વાહનચાલકો પર પણ નજર રાખે છે. નેત્રમ મારફતે ગોઠવાયેલી આધુનિક વ્યવસ્થાના કારણે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ટૂ અને ફોર વ્હીલ સહિતના વાહનચાલકોને કેમેરામાં આબાદ ઝડપી ટ્રાફિક ભંગ બદલ રૂા.૫૦૦થી રૂા.૨૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવે છે. વર્ષ-૨૦૨૪ના પ્રથમ છ માસ દરમિયાન હેલ્મેટ કે સીટબેલ્ટ વિના વાહન ચલાવવાથી લઈ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો, બાઈક પર ત્રિપલ સવારીમાં મુસાફરી કરવી, રોંગસાઈડમાં વાહન ચાલવવા તથા વાહનોના ઓવરલોડ પરિવહન સહિતના કેસમાં પોલીસે ૭,૪૫૦ વાહનચાલકોને ઈ-ેમેમો આપી રૂા. ૪૭.૯૮ લાખનો દંડ ફટકાર્યો હતો.જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ છ માસમાં ૧,૯૧૨ના વધારા સાથે કુલ ૮,૭૩૭ ઈ-મેમો આપવામાં આપવામાં આવ્યા છે જયારે, દંડની રકમમાં ગત વર્ષની સરખામણીએ રૂા.૩૭.૧૧ લાખનો સૂચક વધારો ફટકારવામાં આવ્યો છે. આ વધારો એક તરફ પોલીસ માટે કમાણીનો સ્ત્રોત બન્યો હતો. તો બીજી તરફ આ દંડના કારણે વાહનચાલકોના ખીસ્સા વધુ હળવા થશે.
નિયમ ભંગની જોગવાઈ અનુસાર દંડ કરાયો છેઃ જિલ્લા પોલીસ વડા
ભાવનગર જિલ્લા પોલીસવડા ડૉ.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેકના હિતમાં છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મેમોની સંખ્યાની સાથોસાથ દંડની રકમમાં વધારો થવા પાછળ વાહનચાલકોની ટ્રાફિકના નિયમોમાં પાલનમાં ગફલત જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વાહનચાલકોએ જે કાયદાનો ભંગ કર્યો હોય તે કાયદાની જોગવાઈ અનુસાર દંડની રકમ સૂચિત કરવામાં આવી હોય તે મુજબ તેમને દંડ ફટકારાયો હોવાનું ઉમેર્યું હતું.
બે વર્ષ દરમિયાન ફટકારાયેલા ઇ-મેમો
માસ |
૨૦૨૪ |
૨૦૨૫ |
વધારો-ઘટાડો |
જાન્યુઆરી |
૮૫૫ |
૧૭૭૧ |
૯૧૬ |
ફેબુ્રઆરી |
૯૩૮ |
૧૪૧૧ |
૪૭૩ |
માર્ચ |
૧૦૧૭ |
૧૧૮૩ |
૧૬૬ |
એપ્રિલ |
૧૫૩૯ |
૧૦૧૬ |
-૫૨૩ |
મે |
૧૪૬૨ |
૧૩૬૦ |
-૧૦૨ |
જૂન |
૧૬૩૯ |
૧૯૯૬ |
૩૫૭ |
કુલ |
૭૪૫૦ |
૮૭૩૭ |
૧૯૧૨ |
દંડની રકમનું સરવૈયું
માસ |
૨૦૨૪ |
૨૦૨૫ |
વધારો-ઘટાડો |
જાન્યુઆરી |
૪,૯૦,૪૫૦ |
૧૮,૬૪,૭૦૦ |
૧૩,૭૪,૨૫૦ |
ફેબુ્રઆરી |
૪,૪૬,૪૫૦ |
૧૪,૭૬,૦૦૦ |
૧૦,૨૯,૫૫૦ |
માર્ચ |
૧૦,૬૭,૩૫૦ |
૧૨,૦૨,૨૫૦ |
૧,૩૪,૯૦૦ |
એપ્રિલ |
૯,૩૯,૯૦૦ |
૬,૮૮,૦૦૦ |
-૨,૫૧,૯૦૦ |
મે |
૯,૦૪,૯૦૦ |
૧૨,૦૧,૪૦૦ |
૨,૯૬,૫૦૦ |
જૂન |
૯,૪૯,૦૫૦ |
૧૮,૨૫,૫૦૦ |
૮,૭૬,૪૫૦ |
કુલ |
47,98,100 |
82,57,850 |
37,11,650 |