Gujarat

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી

By GS TEAM
18 Jun 20261 min read
શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી

વડોદરા,શહેર નજીકના અલ્હાદપુરા ગામની સીમમાં ખેતર માલિકની નિષ્કાળજીના કારણે શ્રમજીવીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ગુનો દાખલ કરવા માટે રાજ્ય પોલીસ વડાને અરજી કરવામાં આવી છે.

શહેર નજીકના અલ્હાદપુરા ગામે રહેતા છત્રસિંહ સોલંકીએ રાજ્યના પોલીસ વડાને અરજી કરી  જણાવ્યું છે કે, ગત ૩ જી તારીખે મારા પુત્ર રાજેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી ( ઉં.વ.૩૪) ને ગામની સીમમાં આવેલા ખેતરની ફરતે લગાડવામાં આવેલા તારનો કરંટ લાગતા મોત થયું  હતું. જે અંગે વરણામા પોલીસે એ.ડી.દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પોલીસે  હજી સુધી  ખેતર માલિક સામે કોઇ ગુનો દાખલ કર્યો નથી. આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી છે.