Gujarat
વડોદરાઃ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી અને રથયાત્રાની તૈયારી માટે પોલીસ તૈનાત
By GS TEAM
21 Jun 20251 min read

વડોદરાઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીના આવતીકાલે થનારા મતદાન અને રથયાત્રાની તૈયારીમાં શહેર પોલીસ વ્યસ્ત બની છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આવતીકાલે તા.૨૨મીએ મતદાન થનાર છે ત્યારે વડોદરા શહેર પોલીસના છાણી, નંદેસરી,જવાહર નગર,કપૂરાઇ અને અટલાદરા પોલીસના કેટલાક ગામોનો સમાવેશ થતો હોવાથી મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
તો બીજીતરફ આગામી તા.૨૭મીએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૃટનું નિરીક્ષણ કર્યું હતું.જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગો અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે.









