જામનગરમાં મયૂર ગ્રીન્સ પાર્ક સોસાયટી પાસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ : અનેક દંડાયા
Jamnagar Traffic Drive : જામનગર શહેરમાં પોલીસ તંત્ર આજે એલર્ટ બન્યું છે. જેના ભાગરૂપે શહેરના મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા સ્વતંત્ર વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમન ભંગ અંગેના દંડની કાર્યવાહી થઈ હતી, અને અનેક વાહન ચાલકો દંડાયા છે.
જામનગર શહેરના મયુર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર સિટી એ. ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા દ્વારા સર્વેલન્સ સ્કવોડ ટીમની ટુકડીને સાથે રાખી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.
જેમાં ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વિના સવારી, ત્રિપલ સવારી, સ્ટંટ કરી ભયજનક સવારી, અને નશા ની હાલતે સવારી, જેવી બાબતે ચેકીંગ હાથ ધરાયું હતું, જેમાં અનેક વાહન ચાલકો દંડાયા છે. અને કેટલાક વાહનો ડિટેઈન કરાયા છે. જેમાં એકની નશાની હાલતે સવારી કરવાના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.