Gujarat

કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોનક્રશરમાંથી ત્રણ તસ્કરો રૂપિયા 89 હજારના વાયર ચોરી ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
સ્ટોન ક્રશરમાં લગાવેલો સીસીટીવી કેમેરો પણ તોડી ગયાની ત્રણ તસ્કરો સામે ફરિયાદ નોંધાવી

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક ટોડા ગામમાં આવેલા સ્ટોનક્રશરમાંથી ત્રણ તસ્કરો રૂપિયા 89 હજારના વાયર ચોરી ગયાની પોલીસ ફરિયાદ

Jamnagar Theft Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલા વીરભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની માલિકીના સ્ટોનક્રશરમાં ગઈ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, અને હાથ ફેરો કરી ગયા છે

રાત્રિના પોણા ચાર વાગ્યાથી સવાચાર વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કરોએ આવીને સૌપ્રથમ ત્યાં લગાવેલો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતોઝ અને 4 હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ત્યાં રાખેલા 371 મીટર કેબલ કે જેની 89370 રૂપિયા કિંમત થાય છે, જેની ચોરી કરી લઈ ગયા હતા. જેથી મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણ તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસ શોધી રહી છે.