Gujarat

જામનગરમાં સમર્પણ સર્કલ નજીકના વિસ્તારમાંથી ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
16 Jun 20251 min read
TukuTouch Logo
જામનગરમાં સમર્પણ સર્કલ નજીકના વિસ્તારમાં ગત 10મી તારીખે તેમજ 13તારીખે જુદા જુદા ત્રણ મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સમર્પણ સર્કલ નજીકના વિસ્તારમાંથી ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

Jamnagar Vehicle Theft Case : જામનગરમાં સમર્પણ સર્કલ નજીકના વિસ્તારમાં ગત 10મી તારીખે તેમજ 13તારીખે જુદા જુદા ત્રણ મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અશોકભાઈ નામના 43 વર્ષના યુવાને ગત 10 મી તારીખે સમર્પણ સર્કલ પાસે પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 આ ઉપરાંત નવાગામ ઘેડમાં રહેતા ક્રિશ જયેશભાઈ વરીયા પ્રજાપતિ યુવાને સમર્પણ સર્કલ પાસે ગત 13મી તારીખે પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે હાર્દિક શૈલેષભાઈ ચોવટીયા નામના પટેલ યુવાને પણ તે જ દિવસે પોતાનજ બાઈક ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.