Get The App

લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ 1 - image

મૂળ પશ્ચિમ બંગાળના વતન અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય યુવાનના  ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા બે લાખ પાંચ હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ મેઘપર- પડાણા નજીક હાઇવે રોડ પર આવેલા સ્વામિનારાયણ રેસીડેન્સીમાં ભાડેથી રહેતા ભોળાનાથ સુખમય ડે નામના યુવાન કે જેણે પોતાના રહેણાક મકાનના સ્ટીલની પેટીમાં રૂપિયા 2,05,000ની રોકડ રકમ રાખી હતી અને પોતે કામસર બહાર ગયા હતા.

જે દરમિયાન ગઈકાલે સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના રૂમમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવા અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એ.જી. જાડેજા તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા છે, અને સમગ્ર મામલે બધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ના ફૂટેજ ની મદદ લેવામાં આવી રહી છે.