Get The App

જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Theft Case : જામનગરમાં મોહન નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પતિ સાથે કરિયાણાની દુકાન ચલાવતા વર્ષાબેન પ્રભુદાસભાઈ લુક્કા નામના 52 વર્ષની મહિલા પોતાના મકાનને તાળું મારીને દુકાને મદદે ગયા હતા. દરમિયાન કોઈ તસ્કરો તેમના મકાનમાંથી ત્રણ નંગ સોનાની વીંટી, બે નંગ સોનાની કોપરવાળી બંગડી તેમજ રૂપિયા 40 હજારની રોકડ રકમ સહિત રૂપિયા 1,10,000 ની માલમતા ચોરી કરી ગયા હતા. 

આ ચોરીના બનાવ અંગે વર્ષાબેન લુકકા દ્વારા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગત પાંચમી તારીખે સવારના 11.15 વાગ્યાથી બપોરના 2.30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ઉપરોક્ત ચોરી થઈ હોવાથી પોલીસ દ્વારા આ મામલે કેટલાક શકમંદને બોલાવીને પૂછપરછ હાથ ધરી છે.