જામનગરમાંથી આર્મી જવાનનું બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ
Jamnagar : જામનગરના રણજીત સાગર રોડ પર આર્મી એરિયામાં રહેતા આર્મીના એક જવાનનું રૂપિયા 90,000ની કિંમતનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
મૂળ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના વતની અને હાલ જામનગર રોડ પર આર્મી એરીયામાં રહેતા આર્મીના જવાન જીતેન્દ્ર રાજેન્દ્રભાઈ પ્રજાપતિએ પોતાનું રૂપિયા 90,૦૦૦ ની કિંમતનું બાઇક આર્મી એરીયા વિસ્તારમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો મોટર સાયકલની ચોરી કરી ગયા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.