Gujarat
વ્યાજખોરો 3.12 લાખ સામે 3.68લાખ વસૂલ્યા છતાં ઊઘરાણી કરી ધમકી આપતાં ફરિયાદ
By GS TEAM
7 Jul 20251 min read

વડોદરાઃ ગોત્રી વિસ્તારના એક શ્રમજીવી પાસે વ્યાજ વસૂલ કર્યા પછી પણ ધાકધમકી આપનાર વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
ગોરવાની શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને ગોત્રીમાં પાંઉભાજીની લારી ધરાવતા પ્રકાશ તૈલીએ પોલીસને કહ્યું છે કે,મારે ત્યાં અવારનવાર નાસ્તો કરવા આવતા સાહિલ નવલકિશોર અગ્રવાલ(શિવાલય હાઇટ્સ,ગોત્રી ટાંકી પાસે) પાસે નાણાંકીય મદદ લેતો હતો અને તેની સામે વ્યાજ સાથે રકમ પરત કરતો હતો.
તા.૧૦-૯-૨૨ થી ૫-૧૨-૨૪ દરમિયાન મેં સાહિલ પાસેથી ટુકડે ટુકડે કુલ રૃ.૩.૧૨ લાખ લીધા હતા અને તેની સામે વ્યાજ સાથે રૃ.૩.૬૮ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યાર પછી પણ મૂડીની ઊઘરાણી કરી ચેક બાઉન્સના કેસની ધમકી આપતા હતા.જેથી ગોત્રી પોલીસે ગુનો નોંધ્યો છે.









