Get The App

લાલપુરના નવાગામમાં નાના ભાઈના ઝઘડામાં મોટાભાઈને માર પડ્યો : એક સામે પોલીસ ફરિયાદ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
લાલપુરના નવાગામમાં નાના ભાઈના ઝઘડામાં મોટાભાઈને માર પડ્યો : એક સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો ઉમેશ મસરીભાઈ કારાવદરા નામનો 48 વર્ષનો યુવાન ગઈકાલે લાલપુર તાલુકાના નવાગામમાં મેઇન બજારમાં શાક બકાલુ લેવા માટે ગયો હતો, જે દરમિયાન રાજશી રામદેવભાઈ મોઢવાડિયા નામના શખ્સે તેના પર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ઉમેશના નાનાભાઈ ભરત કેશવાલા સાથે આરોપીને અગાઉ માથાકૂટ થઈ હતી જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસ હુમલાખોર આરોપીને શોધી રહી છે.