ધ્રોલ નજીક લૈંયારા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 નંગ બેટરીની ચોરી કરનાર બે તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરી લેનાર બે તસ્કરોને ધ્રોળ પોલીસે પકડી લીધા છે, જે બંને તસ્કરો સામે ધ્રોલ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર રાજકોટ હાઇવે રોડ પર લૈયારા નજીક આવેલી ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી 30-6-2025 ના રાત્રિના સમયે 48 નંગ બેટરીની ચોરી થઈ ગઈ હતી. ધ્રોળ પોલીસ દ્વારા ગઈકાલે બે તસ્કરોને ચોરાઉ બેટરી સહિતની સામગ્રી સાથે ઝડપી દેવાયા હતા. જે બંને તસ્કરો સામે મોબાઈલ ટાવરની કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી દિનેશસિંહ રાજપુતે ધ્રોલ ધ્રોળ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બનાવમાં બંને આરોપીઓની અટકાયત કરી લેવાઇ છે.
ધ્રોળના એસટી ડેપોના ખુલ્લા પાર્કિંગમાંથી એક બાઈક ઉઠાંતરી થયાની પોલીસ ફરિયાદ
ધ્રોળમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રવજીભાઈ રાણીપા નામના 37 વર્ષના વેપારી યુવાને પોતાનું મોટર સાયકલ ધ્રોળના એસટી ડેપોના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું ત્યાંથી કોઈ તસ્કરો મોટરસાયકલની ચોરી કરી ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.