વડોદરાઃ ગોરવા મધુનગર બ્રિજ નજીક પંદર દિવસ પહેલાં હોટલમાં લાગેલી ભીષણ આગના બનાવમાં ગોરવા પોલીસે ત્રણ જણા સામે ગુનો નોંધ્યો છે.
ગઇ તા.૧૮મીએ રાત્રે તાજ ગાર્ડન હોટલમાં આગ લાગતાં લાકડા અને ઘાસની ઝુંપડીઓ ખાક થઇ હતી.જેમાં હોટલનો સામાન પણ મૂકેલો હતો.આ બનાવ અંગે હોટલના સંચાલક રિઝવાન રાણાએ પોલીસને કહ્યું છે કે,બનાવના દિવસે નિસાર રેસિડેન્સી ખાતે લગ્ન હતા.
જાનમાં ફટાકડા ફોડવામાં આવતા હોવાથી મારા મિત્રએ તેમને ફટાકડા નહિ ફોડવા કહ્યું હતું.પરંતુ તેઓ માન્યા નહતા.જેથી આગ લાગતાં રૃ.૧૦ લાખનું નુકસાન થયું હતું.આ અંગે ગોરવા પોલીસે નિસાર રેસિડેન્સીમાં રહેતા વસિમ પઠાણ,જાન લઇ આવેલા આસિફખાન અને નૂર આલમ સામે ગુનો નોંધ્યો છે.


