Get The App

સગીરાનું બે વખત અપહરણ કરી દુષ્કર્મ : વાઘોડિયા તાલુકાના યુવાન સામે બે વખત પોલીસ ફરિયાદ

Updated: Oct 5th, 2024

GS TEAM

Google News
Google News
સગીરાનું બે વખત અપહરણ કરી દુષ્કર્મ :  વાઘોડિયા તાલુકાના યુવાન સામે બે વખત પોલીસ ફરિયાદ 1 - image


Vadodara Rape Case : વાઘોડિયા તાલુકાના અંતરિયાળ ગામની એક સગીર કન્યાને વેડપુર ગામનો યુવક લગ્નની લાલચ આપી જુલાઈ માસમાં ભગાડી ગયો હતો. કન્યાના માતા પિતાએ પોલીસને ફરિયાદ કરી હતી પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા બાદ ફરી એકવાર કન્યાને ભગાડી ગયો હતો. પોલીસે કન્યાની મેડિકલ તપાસ કરાવડાવી હતી તેના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના ભેદપુર ગામનો અલ્પેશ રમણ ચૌહાણ તાલુકાના એક ગામમાં અવર-જવર કરતો હતો. તેને તે ગામની સગીર કન્યા પસંદ પડી ગઈ હતી તેથી તેની સાથે સંપર્ક વધારી લગ્નની લાલચ આપી હતી. બાદ 20 જુલાઈના રોજ સવારે સાત વાગ્યે કન્યાને લગ્નના ઇરાદો પટાવી ભગાડી ગયો હતો. તેથી કન્યાના માતા પિતાએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બાવીસમી જુલાઈએ બંનેને પકડી પાડ્યા હતા અને કન્યાને મેડિકલ તપાસ માટે મોકલી હતી. બાદ ચોથી ઓગસ્ટે ફરી એકવાર સગીર કન્યાને ભાવપુરા ગામેથી અલ્પેશ ભગાડી ગયો હતો. જરોદ પોલીસે અલ્પેશની સામે બળાત્કારનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

Tags :