Gujarat

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ

By GS TEAM
4 May 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને રાખી પોલીસને જાણ નહીં કરનાર સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ

Vadodara : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને રાખી પોલીસને જાણ નહીં કરનાર સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે વાસણ રોડના સિદ્ધાર્થ અપ સ્કેલ કોમ્પલેક્ષમાં આવેલા ઓરા સ્પા સેન્ટરમાં તપાસ કરતા મેનેજર તરીકે બંગાળની તબસ્સુમ ખાતુન સદ્દામ હુસેન (હાલ રહે. અલ મોહમ્મદ પાર્ક,અકોટા) સાત દિવસ પહેલા નોકરીએ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

આવી જ રીતે સ્પામાં અન્ય બે મહિલા મળી આવી હતી. જેમાં નેહા શાહિદ શેખ નામની મહારાષ્ટ્રની મહિલા ત્રણ દિવસ પહેલા નોકરી આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બંને મહિલાઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં નહીં આવ્યું હોવાથી તેમને નોકરીએ રાખનાર સંચાલક ગૌરવ રાજેશભાઈ તેજાની(પરમ ગ્રીન્સ, બીલ કેનાલ રોડ, વડોદરા) સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.