Get The App

જામનગરના જુના બંદરે મંજૂરી વિના દરિયામાં માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસ ફરિયાદ

Updated: May 25th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના જુના બંદરે મંજૂરી વિના દરિયામાં માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસ ફરિયાદ 1 - image


જામનગરના જુના બંદરમાં ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસે ગુનો નોંધાયો છે.

હાલ દરિયા માછીમારી કરવા માટે ટોકન મેળવવું ફરજિયાત છે. આમ છતાં સુલતાન મામદ હુશેન ગાધ નામનો બેડી વિસ્તાર નો માછીમાર યુવાન ટોકન મેળવ્યા વિના દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો. અને પરત ફરતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, અને તેની સામે નિયમભંગ બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર બી જાડેજાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :