Get The App

કંપનીના ત્રણ કર્મચારીઓને પોલીસે ઝડપી પાડી અટકાયત કરી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો : ઓર્ડરની ડિલિવરી અંગે ઝઘડો થયો હતો

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
કંપનીના ત્રણ કર્મચારીઓને પોલીસે ઝડપી પાડી અટકાયત કરી 1 - image

 વડોદરા,હોમ ડિલિવરી કરતી કંપનીના સ્ટાફના ત્રણ કર્મચારીઓ અંદરોઅંદર મારામારી કરતા હોઇ  પોલીસે તેઓની સામે અટકાયતી પગલા ભર્યા હતા.

સોશિયલ મીડિયા પર મારામારીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે અટલાદરા પોલીસે તપાસ શરૃ કરતા એક કંપનીના કર્મચારીઓ હોવાની તથા મારામારીનું સ્થળ અટલાદરા નારાયણ વાડી પાછળ આવેલી રામેશ્વર સોસાયટીના ગેટની સામે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે (૧) હિતેશકુમાર રમેશભાઇ ગાંધી (રહે.પ્રમુખ આશિષ સોસાયટી, અટલાદરા) (૨) પ્રફુલ્લ કનુભાઇ પટેલ (રહે. મારૃતિનંદન સોસાયટી, અટલાદરા) તથા (૩) મોહંમદ ફિરોજભાઇ મલીક (રહે.તાઇફનગર, તાંદલજા) ને ઝડપી પાડયા હતા. કંપનીના ઓર્ડર અંગે રાયડરના કામ માટે તેઓ વચ્ચે ઝઘડો થતા ઝપાઝપી કરી હતી. પોલીસે તેઓની સામે અટકાયતી પગલા ભર્યા હતા.