Gujarat

વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે

By GS TEAM
28 Nov 20251 min read
વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે

વડોદરાઃ વડોદરા હાઇવે પર ગઇરાતે પોલીસને જોતાં જ કારનો ચાલક દારૃ ભરેલી કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.પોલીસે કાર કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

નંદેસરી અને છાણી વિસ્તારમાં જુદાજુદા કેસમાં ટૂંકા ગાળામાં રૃ.૩ કરોડ ઉપરાંતનો દારૃ પકડાયા બાદ પોલીસ દ્વારા હાઇવે પર દારૃની હેરાફેરી કરતા વાહનોને પકડવા રોજેરોજ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જે દરમિયાન ગઇરાતે ગોલ્ડન ચોકડી પાસે હરણી પોલીસની ટીમે એક કારને આંતરતા કાર ચાલકે એક બાજુએ કાર ઉભી રાખવાનું નાટક કર્યું હતું અને ત્યારબાદ કારમાંથી ઉતરીને ફરાર થઇ ગયો હતો.

પોલીસે કાર તપાસતાં અંદરથી દારૃ અને બીયરનો રૃ.૫ લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે કાર અને દારૃ મળી રૃ.૯ લાખનો જથ્થો કબજે લઇ કારના નંબર તેમજ સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.