Get The App

રૃ.1.08 કરોડના દારૃ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
રૃ.1.08 કરોડના દારૃ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું 1 - image


ચોટીલાના ઝરીયા મહાદેવ રોડ પર 

ચોટીલા, થાન, નાની મોલડીની હદમાંથી ઝડપાયેલી દારૃ-બિયરની ૨૫,૮૩૩ બોટલ નાશ કરાયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને નાની મોલડી પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૃ તેમજ બીયરની બોટલોનો સરકારી ખરાબાની જમીન પર બુલડોઝર ફેરવી વહિવટી તંત્ર તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો અંદાજે રૃા.૧ કરોડથી વધુના મુદ્દામાલનો નાશ કરાયો હતો.

ચોટીલા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૃ અને બીયરની ૧૮,૫૦૭ બોટલો, નાની મોલડી પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ૭૭૮ બોટલો અને થાન પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ૬,૫૪૮ બોટલો સહિત કુલ ૨૫,૮૩૩ ઈંગ્લીશ દારૃ અને બીયરની બોટલો સહિત કુલ રૃા.૧,૦૮,૩૩,૦૫૩ ના મુદ્દામાલનો ચોટીલાના ઝરીયા મહાદેવ રોડ પર આવેલ સરકારી ખરાબાની જમીનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ તકે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા, લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, થાન-ચોટીલા મામલતદાર, નશાબંધી અધિક્ષક તેમજ ત્રણેય પોલીસ મથકના પીઆઈ, પોલીસ કર્મચારીઓ અને રેવન્યુ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Tags :