Get The App

ટંકારામાં નાર્કોટિક્સ કેસના આરોપી તથા તેના પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ટંકારામાં નાર્કોટિક્સ કેસના આરોપી તથા તેના પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો 1 - image


અસલામત પોલીસઃ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી

પોલીસ નિયમ મુજબ અવારનવાર આરોપીના ઘરે તપાસ માટે જતી હોવાતી તે સારૂં ન લાગતા ગાળો આપી ધમાલ મચાવી હુમલો કરી ફરજમાં રૂકાવટ

મોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. અસામાજિક અને લુખ્ખા તત્વો બેખોફ બન્યાં છે. ખુદ પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. ટંકારા પોલીસ મથકમાં અગાઉ માદક પદાર્થ વેચાણ અંગે નોંધાયેલા ગુના અંતર્ગત પોલીસ નિયમ મુજબ ટંકારામાં અવારનવાર આરોપીના ઘરે તપાસ માટે જતી હોવાથી તે સારુ ન લાગતા નાર્કોટિક્સના ગુનાના આરોપી તથા તેના પરિવારે પોલીસને ગાળો આપી ધમાલ મચાવી, રોડ પર ટ્રાફિક જામ કરતા તેને સમજાવવા ગયેલા પોલીસ કર્મીઓ પર હુમલો કરી ઇજા પહોચાડી ફરજમાં રૂકાવટ કરતા ગુનો નોંધવામાં આવ્યો છે.

ટંકારા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઇશ્વરભાઈ રાઠોડે આરોપી નિજામ ઇબ્રાહીમ આમરોણીયા, જેતુનબેન ઇબ્રાહીમ આમરોણીયા અને કાસમ ઇબ્રાહીમ આમરોણીયા (રહે. બધા ટંકારા) વિરુધ્ધ મારામારી, ધમકી અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યું છે કે આરોપી નિજામ અગાઉ નાર્કોટિક્સના કેસમાં પકડાયો હતો. અને નિયમ મુજબ  અવારનવાર પોલીસ તેના ઘરે ચેક કરવા જતી હતી. તો સારું ન લાગતા આરોપી નિજામ, તેની માતા જેતુનબેન અને ભાઈ કાસમ પોલીસને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી રોડ પર દોડી જઇ વાહનોને અડચણરુપ બની ટ્રાફિક જામ કરતા હતા.

ટ્રાફિક અડચણ નહીં કરવા સમજાવવા અને ટ્રાફિક ક્લીયર કરાવવા જતા ત્રણેયે પોલીસ પર હુમલો કરી કાયદેસર ફરજમાં દબાણ ઉભું કરી બોલાચાલી કરી અપશબ્દો બોલી અપમાનિત કરી ફરિયાદી અને તેની સાથેના કર્મચારીને માર મારી ઇજા કરી હતી. અને હવે ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. ટંકારા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


Tags :