Get The App

MLA ગુજરાતની નેમ પ્લેટ લગાવીને સિંધુભવન રોડ પર રખડતા બે નબીરાની પોલીસે કરી ધરપકડ

સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ દ્વારા સિંધુભવન રોડ પર ચેકિંગ કરાઈ રહ્યું હતું

Updated: Aug 12th, 2023

GS TEAM


Google News
Google News
MLA ગુજરાતની નેમ પ્લેટ લગાવીને સિંધુભવન રોડ પર રખડતા બે નબીરાની પોલીસે કરી ધરપકડ 1 - image


અમદાવાદ શહેરમાં થોડા દિવસ અગાઉ ઈસ્કોન બ્રિજ પર નબીરાએ બેફામ ગાડી ચલાવતા 10 લોકોના જીવ લીધા હતા. ત્યારબાદથી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, સીટ બેલ્ટ, લાઈસન્સ, પીયુસી સહિતના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત રાત્રીએ સિંધુભવન રોડ પર પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસે GJ-O1-WL-2666 નંબરની એક કાર ઝડપી છે. 

MLA ગુજરાતનું બોર્ડ લગાવેલ ગાડીને પકડવામાં આવી 

સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ દ્વારા સિંધુભવન રોડ પર ચેકિંગ કરાઈ રહ્યું હતું. આ દરમિયાન એક કિયા સેલ્ટોસ ગાડીને પકડવામાં આવી હતી. આ ગાડીમાં સવારની ઓળખ શૈલેશ પટેલ અને મુકેશ પટેલ તરીકે થઇ છે જેને આગળ ગાડીમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવેલું હતુ. જેને લઇ પોલીસે તેને પૂછપરછ માટે અટકાવ્યો હતો. 

ધારાસભ્યના નામનો ગેરઉપયોગ કરવા બદલ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી 

આ ગાડીમાં આગળ MLA ગુજરાતનું બોર્ડ લાગેલું હતુ જે બાબતે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે વ્યક્તિ પોતે કે તેમના પરિવારમાં કોઈ ધારાસભ્ય ન હતા છતાં પણ ધારાસભ્યના નામનો ગેરઉપયોગ કરવા બદલ પોલીસે તેમના પર કાયદાકીય પગલાં લઇ કાર્યવાહી હાથધરી હતી. પોલીસે શૈલેશ પટેલ (ઉં.20) અને મુકેશ પટેલ (ઉં.20)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :