Get The App

પીએમ આવાસ યોજનામાં મકાનના નામે 16 જણા પાસે 40 લાખ પડાવનાર પકડાયો,ઠગાયેલાની સંખ્યા વધશે

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
પીએમ આવાસ યોજનામાં મકાનના નામે 16 જણા પાસે 40 લાખ પડાવનાર પકડાયો,ઠગાયેલાની સંખ્યા વધશે 1 - image

વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે ૪૦ લાખથી વધુ રકમની ઠગાઇના ગુનામાં ગોરવા પોલીસે ભેજાબાજને ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે.

સુભાનપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસના મકાનો આપવા માટે એપ્લિકેશન ફી,ડિપોઝિટ ચલણ,વીજ મીટર જોડાણ જેવા મુદ્દે ૧૬ જણા પાસેથી રૃપિયા ખંખેરી લેનાર હરીશ જશુભાઇ ચૌહાણ(સુથાર ફળિયું,અકોટા ગામ હાલ રહે.સાંઇ સર્જન સોસાયટી, કરજણ)સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ભેજાબાજે લોકોને વિશ્વાસમાં લેવા માટે કોર્પોરેશન અને વીજ કંપનીના બોગસ સહી-સિક્કાવાળી  પાવતીઓ પણ આપી હતી.હરીશને શોધવા માટે પોલીસની ટીમો દોડધામ કરતી હતી ત્યારે કરજણ ખાતે હોવાની માહિતી મળતાં તેને ઝડપી પાડયો હતો.

પીઆઇ પીબી લક્કડે કહ્યું હતું કે,હરીશની જાળમાં ફસાયેલા લોકોની સંખ્યા હજી વધે તેવી શક્યતા છે.જેથી તેના બેન્ક એકાઉન્ટ તેમજ ઓનલાઇન પેમેન્ટની વિગતો તપાસવામાં આવી રહી છે.તેણે સિક્કા ક્યાં બનાવ્યા અને કોર્પોરેશનનો કોઇ અધિકારી સાથે સાંઠગાંઠ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.