Get The App

યુવકની હત્યા કેસમાં પ્રેમ સબંધ કારભૂત હોવાનો થયો ખુલાસો, એક આરોપી ઝડપાયો

Updated: Nov 7th, 2024

GS TEAM

Google News
Google News
Amreli

Bagasara Incident, Amreli : અમરેલી જિલ્લાના બગસરામાં શાપર જવાના માર્ગ પર સુડાવડ ગામના જયદીપ વાળા નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે બગસરા પોલીસ મથકમાં બે શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે પોલીસે તેમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. 

બગસરામાં છરી મારીને યુવકનું મોત 

બગસરા તાલુકાના સુડાવડ ગામનો યુવક બગસરામાં આવેલ શાપર સુડાવડ રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કારમાં આવેલા બે શખસોએ યુવકનું બાઈક ઉભુ રાખીને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. 

એક આરોપીની કરાઈ ધરપકડ

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ગઈકાલે સવારે 11 વાગ્યાની આસપાસના સમયમાં બગસરામાં સુડાવડ સાપર રોડ ઉપર ચેકડેમના કાંઠે પાણીના ટાંકાની આગળ થઈ હતી, જેમાં જયદીપ જયતુભાઈ વાળા (ઉં.વ.29) નામના યુવકની ધારી તાલુકાના પાદરગઢ ગામના આરોપી સંજય બાધા વાળા (ઉં.વ.25) અને જયદીપ વાંક નામના શખસોએ ઘાતકી હત્યા કરી હતી. 

આ પણ વાંચો : ગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ

મામલો પ્રેમ પ્રકરણનો હોવાનુું જણાયું

પોલીસ ટુકડીએ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં પોલીસે આરોપી સંજય વાળાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. મળતા માહિતી મુજબ, ઘટનામાં પ્રેમ સંબંધોનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ બીજા આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે, રહી છે પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે.