Get The App

ચોરાઉ મોબાઈલ સાથે ચાર ઈસમોને પોલીસે ઉઠાવી લીધા

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ચોરાઉ મોબાઈલ સાથે ચાર ઈસમોને પોલીસે ઉઠાવી લીધા 1 - image


નિલમબાગ,ગંગાજળિયા અને વેળાવદર પોલીસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર મોબાઈલ મળી કુલ રૂ.૭૪ હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા ચાર ઈસમોને ચાર મોબાઈલ મળી કુલ રૂ.૭૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં મનિષ અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.૨૩  રહે. કણબીવાડ, ભાવનગર ),દિનેશ બિજલભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦ રહે. બ્રહ્મકુંડ પાસે, શિહોર),અજીત બટુકભાઈ પરમાર (ઉ.વ.૨૮ રહે.હાલ  સ્ટેશન રોડ, ગેટની બાજુમાં જૂપડ પટ્ટીમાં, ઢસા) તથા દિપક દેવજીભાઈ બથવાર ( ઉ.વ.૪૨ રહે.બોરડીગેટ, ત્રિમુખી હનુમાન પાસે, ભાવનગર)ને ચોરી કરેલા ચાર મોબાઈલ મળી કુલ રૂ.૭૪,૯૯૮ ન મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Tags :