નશાની હાલતમાં કાર હંકારતા ચાલકની દહેજ પોલીસે અટકાયત કરી
Bharuch New : દહેજ પોલીસ સ્ટેશન પાસે જુના બંદર તરફથી દહેજ તરફના માર્ગ ઉપર એક કાર સર્પાકારે દોડતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પોલીસે ગાડીને રોકી તપાસ કરતા નશાની હાલતમાં ચાલક હિતેન્દ્રસિંહ ગિરિવતસિંહ સુવાડજા (રહે-દહેજ, તા.વાગરા) હોવાનું બહાર આવ્યું હતું. તેમજ કારમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી. દહેજ પોલીસે ચાલકની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી બે મોબાઈલ ફોન, કાર તથા દારૂની બોટલ સહિત કુલ રૂ.3,10,300નો મુદામાલ જપ્ત કર્યો હતો.