વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી

Vadodara Crime : વડોદરાના અકોટા ડીમાર્ટની સામે વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં મારામારી કરી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જેથી પોલીસે વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી માફી મંગાવીને ફરી તેમના પુત્ર આવી ભૂલ ન કરે તેની બાહેંધરી પણ લેવડાવી હતી.
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમીશ્નર ડૉ.લીના પાટીલ તરફથી તાજેતરમાં દીવાળી જેવા તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી રાખવા સુચના કરાઈ હતી. તાજેતરમાં સોશીયલ મીડીયામાં એક વીડીયો વાઇરલ થયેલ જેમાં અકોટા ડીમાર્ટની સામે જી.ઇ.બી સ્કુલની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક વિદ્યાર્થીઓ જાહેરમાં મારામારી કરી હતી. જેનો વાઇરલ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી જાહેરમાં મારામારી કરનાર વિધ્યાર્થીઓના વાલીઓને અકોટા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓને વીડીયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ પાસે માફી મંગાવવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં તેઓના સંતાનો ફરીવાર આ પ્રકારની પ્રવૃતિ ન કરે તેની બાહેંધરી આપતા હોય જે વાઇરલ વીડીયો બાબતે વાહન ડીટેઇનની કામગીરી કરવામાં આવ્યા છે.