Gujarat

અષાઢી બીજે વડોદરામાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે પોલીસ અને આયોજકોની મીટિંગ

By GS TEAM
19 Jun 20251 min read
અષાઢી બીજે વડોદરામાં રથયાત્રા  શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે પોલીસ અને આયોજકોની મીટિંગ

વડોદરાઃ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાને પગલે વડોદરામાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે પોલીસે તૈયારી કરી છે.

આજે શહેર પોલીસ કમિશનર સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઇસ્કોન મંદિર ખાતે આયોજકો સાથે મીટિંગ કરી રથયાત્રાના રૃટ તેમજ સ્વાગત માટેના સ્થળો સહિતની વિગતો મેળવીને ચર્ચા કરી હતી.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે,રથાયાત્રા દરમિયાન સંપૂર્ણ સુરક્ષા જળવાઇ રહે અને ગયા વર્ષના અનુભવ જોઇ કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો સુધારીને બંદોબસ્ત જાળવવામાં આવશે.જ્યારે,આયોજક સ્વામીજીએ દર્શનાર્થીઓ સાદગી  ભર્યો માહોલ રાખી મોટી સંખ્યામાં ઉમટે તેવી અપીલ કરી છે.