Gujarat

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત

By GS TEAM
16 Sep 20252 mins read
બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત

અમદાવાદ, મંગળવાર

બાપુનગરમાં દહેજના દુષણના કારણે લગ્નના બે વર્ષમાં માનસિક શારિરીક ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો. રાજકોટથી અમદાવાદ આવ્યા બાદ પતિ બે મહિનાથી  બીજી મહિલા સાથે પ્રેમપ્રકરણના કારણે પત્ની ત્રાસ આપીને દહેજની માંગણી કરીને માર મારતો હતો. એટલું જ નહી સસરા સાથે પણ  ફોન કરીને તકરાર કરી હતી આખરે કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃક મહિલાના  પિતાએ જમાઇ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે દુષ્પ્રેરણાની કલમ મુજબ ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી મહિલા સાથે પ્રેમપ્રકરણના કારણે મારમારી પતિ ત્રાસ  ઃ બાપુનગર પોલીસે દુષ્પ્રેરણાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

બેંગ્લોરમાં રહેતા અને ઉત્તર પ્રદેશના વતની આધેડે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં ભાડાના મકાનમાં રહેતા જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૪ વર્ષીય પુત્રીના લગ્ન બે વર્ષ પહેલા આરોપી સાથે થયા હતા. જેમાં છ મહિના પહેલા રાજકોટથી પતિ-પત્ની બાપુનગરમાં રહેવા આવ્યા હતા. 

બે મહિનાથી દીકરી તેના પિતાને ફોન કરીને જણાવતી હતી કે પતિ તેને બહુ હેરાન કરે છે અને માર મારે છે. તેમ દહેજમાં કંઇ લાવી નથી તું પિતા પાસેથી લઇ આવ કહીને મરી જવા કહેતો હતો. એટલું જ નહી પતિને બીજી મહિલા સાથે પ્રેમસંબંધ છે તેમ પણ કહેતી હતી. તા. ૧૪ના રોજ ફરિયાદીની દિકરીની પુત્રીને તબિયત બગડતા પિતા પાસે પૈસાની માંગણી કરતી હતી. પરંતુ પતિ દિકરીને છીનવીને દવાખાને લઇ ગયો અને મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો અને પિતાએ ફોેન કરતાં તેમની સાથે તકરાર કરી હતી. આખરે  પતિના ત્રાસથી કંટાળીને ફરિયાદીની દિકીરએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.