Gujarat

સેવાસીના શિશુ ગરબા મહોત્સવના ગ્રાઉન્ડ નજીકથી ઝેરી સાપ રસેલ વાઇપરનું રેસ્ક્યૂઃદોડધામ મચી

By GS TEAM
24 Sep 20251 min read
સેવાસીના શિશુ ગરબા મહોત્સવના ગ્રાઉન્ડ નજીકથી ઝેરી સાપ રસેલ વાઇપરનું રેસ્ક્યૂઃદોડધામ મચી

વડોદરાઃ વડોદરાના સેવાસી વિસ્તારમાં એક ગરબા ગ્રાઉન્ડ  પાસે ઝેરી સાપ આવી જતાં તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

સેવાસીમાં શિશુ ગરબા મહોત્સવમાં ગરબાની તૈયારી થઇ રહી હતી ત્યારે રાત્રિના સમયે કોઇનું ધ્યાન સાપ તરફ જતાં બૂમરાણ મચી હતી.સારા નશીબે સાપ ગરબા રમાતા હતા ત્યાંથી થોડે દૂર હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી.

બનાવને પગલે ઉત્તેજના વ્યાપી હતી અને જીવદયા કાર્યકરોની મદદ લેવામાં આવી હતી.થોડી જ વારમાં ચારેક ફૂટના સાપને પકડી લેવામાં આવ્યો હતો.આ સાપ ઝેરી પ્રજાતિનો રસેલ વાઇપર હોવાનું ફોરેસ્ટ વિભાગના સૂત્રોએ કહ્યું હતું.