Get The App

PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાયા, બાળકો સાથે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

Updated: Aug 13th, 2022

GS TEAM

Google News
Google News
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાયા, બાળકો સાથે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ 1 - image

અમદાવાદ, તા.13 ઓગસ્ટ 2022, શનિવાર 

દેશના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન આજથી એટલે કે, 13 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. તમામ દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. દેશવાસીઓના દિલમાં દેશભક્તિની લહેર લાવવા માટે મોદી સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવી રહી છે. 13થી 15 ઓગસ્ટ સુધી ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ પણ આનો એક ભાગ છે.

ત્યારે આ અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા કેમ પાછળ રહે? તેમણે પણ પુત્રની સરકાર દ્વારા શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા અભિયાન' માં બાળકો સાથે આ અભિયાનમાં જોડાયા હતા. 100 વર્ષીય હિરાબાએ બાળકો સાથે ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. 

Tags :