PM મોદીના માતા હીરાબા હોસ્પિટલમાં દાખલ : ધારાસભ્યો સહિત અધિકારીઓ પહોંચી રહ્યાં છે યુ.એન મહેતા
અમદાવાદ, 28 ડિસેમ્બર 2022, બુધવાર
PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ગઈ કાલે રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે તેવી સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી રહ્યું છે. હીરાબાને હોસ્પિટલમાં ખસેડવાને પગલે યુ.એન મહેતા ખાતે VVIPની દોડધામ જોવા મળી હતી. અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.
ધારાસભ્યો સહિત અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.
બપોરે 2 વાગ્યાની આસપાસ PM મોદી આવી શકે છે
સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. સુત્રો એવું પણ જણીવી રહ્યાં છે કે, તેમની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.