Get The App

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે 1 - image


PM Modi Will Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. જેમાં તેઓ રૂ. 1400 કરોડથી વધુના રોકાણ સાથે વિવિધ રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પરિયોજનાઓ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અને અમદાવાદ જિલ્લાને લાભ આપશે. આ રેલવે પરિયોજનાઓ ક્ષેત્રીય કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ દક્ષતા અને રોજગાર સર્જનમાં ઉલ્લેખનીય યોગદાન આપશે.

ગુજરાતમાં આ રેલવે લાઈનનું કરશે ઉદ્ધાટન 

વડાપ્રધાન મોદી દ્વારા રેલવેની જે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, તેમાં 537 કરોડના ખર્ચે તૈયાર મહેસાણા-પાલનપુર રેલવે લાઈન (65 કિમી)નો ડબલ ટ્રેક, રૂ. 347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઈન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને રૂ. 520 કરોડના  ખર્ચે બેચરાજી-રણુંજા રેલવે લાઈન (40 કિમી)નું ગેજ કન્વર્ઝન સામેલ છે.આ રેલવે પરિયોજનાઓ વિશેષ રૂપે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, અને પાટણ જિલ્લાના બ્રોડગેજ લાઈનના માધ્યમથી સહજ, સુરક્ષિત અને અડચણમુક્ત કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ પણ વાંચોઃ બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો 'ખેલ'! PM મોદીની સભામાં દેખાયા RJDના ધારાસભ્યો

અમદાવાદ-દિલ્હી માર્ગ પર સ્પીડ ટ્રેનનું સંચાલન સંભવ

આ પરિયોજનાના માધ્યમથી રેલવે લાઈનની ક્ષમતામાં વધારો થશે. જે અમદાવાદ-દિલ્હી વચ્ચે સ્પીડ ટ્રેનોનું સંચાલન સંભવિત બનાવશે. તેનાથી પેસેન્જર ટ્રેનોનું સંચાલનનો માર્ગ મોકળો થશે અને માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે. આમ, આ પરિયોજના ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઉર્જા પ્રદાન કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી કડીથી કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા અને બેચરાજીથી કારથી ભરેલી માલગાડી ટ્રેન સેવાનું પણ ઉદ્ઘાટન કરશે. કટોસણ-સાબરમતીમાં નવી ટ્રેન સેવા માત્ર પ્રવાસી અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે.

307 કરોડના ખર્ચે માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ

આ સિવાય પીએમ મોદી અમદાવાદ, ગાંધીનગર, અને મહેસાણાના વિવિધ વિભાગો અંતર્ગત કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં માર્ગ અને ભવન વિભાગની કુલ રૂ. 307 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ સામેલ છે. જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી મજબૂત બનશે. 

આ યોજના હેઠળ અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ માર્ગીય વ્હિકલ અંડરપાસ (રૂ. 126 કરોડ), અમદાવાદ-વિરમગામ રોડ પર સ્થિત ફાટક નં. 40 પર રેલવે ઓવરબ્રિજ (રૂ. 70 કરોડ), કડી-થોળ થઈ સાણંદ સુધી 24 કિમી લાંબા રસ્તાનું રિનોવેશન (રૂ. 45 કરોડ) અને ગિફ્ટ સિટીમાં બાપા સીતારામ જંક્શન પર ચાર લેનથી આઠ લેન રોડમાં વિસ્તરણ (રૂ. 33 કરોડ) સામેલ છે.

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે 2 - image

Tags :