આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ, વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી
દેશમાં આજે રાષ્ટ્રીય એક્તા દિવસ ઉજવણી કરવામાં આવી
વડાપ્રધાન એક્તા પરેડ પણ ઉપસ્થિત રહ્યા હતા
Image : Screen grab |
National Unity Day celebration Gujarat : આજે સરદાર વલ્લભભાઇ પટેલ (Sardar Vallabhbhai Patel)ની જન્મજયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજ્યના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી (National Unity Day) કરવામાં આવી રહી છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
PMએ લોકોને શપથ લેવડાવ્યા હતા
સરદા વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એક્ત દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સ્ટેય્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શફથ લેવડાવ્યા હતા અને સુરક્ષા દળોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરદાર વલ્લભાઈ પટેલની અદમ્ય ભાવના, દૂરંદેશી નેતૃત્વ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ જેની સાથે તેમણે રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે અને આપણે હંમેશા તેમના ઋણી રહીશું.
PM એક્તા પરેડમાં પણ ઉપસ્થિત રહ્યા
દેશમાં દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એક્તા પરેડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય વડાપ્રધાનના હસ્તે ત્રણ પ્રવાસન પ્રોજેક્ટ અને ત્રણ ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ પાંચ ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.