Get The App

જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ 1 - image


PM Modi in Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસ અત્યંત વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે, જેમાં તેઓ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના દિવસની શરુઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થશે અને તેનો અંત દિલ્હીમાં યુવા સંવાદ સાથે થશે.

PM Modi in Ahmedabad LIVE UPDATES : 

વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરની સાથે પતંગ ચગાવ્યો 



ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ 

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ રિવરફ્રન્ટ પર પહોંચી ગયા છે. હવે અહીં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેવિદેશથી 50 દેશના 135 પતંગબાજો ભાગ લેવાના છે. દેશના 13 રાજ્યો તથા ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગરસિકો પણ અહીં આવી પહોંચ્યા છે. હાલમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર પણ અહીં હાજર છે. 



સાબરમતી આશ્રમમાં જર્મન ચાન્સેલરે મુલાકાતી તરીકે લખ્યો મેસેજ

જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ 2 - image 

સાબરમતી આશ્રમમાં બંને દિગ્ગજોએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી 

જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ 3 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. 

જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ 4 - image

રિવરફ્રન્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 

કાઇટ ફેસ્ટિવલમાં સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરવા માટે પોલીસ કમિશ્નર જી. એસ. મલિક રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા. થોડીવારમાં સાબરમતી આશ્રમની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ અહીં આવી પહોંચશે. 

અમદાવાદમાં દિવસની શરુઆત

વડાપ્રધાનના દિવસની શરુઆત ગુજરાતના અમદાવાદ ખાતે થશે.

સાબરમતી આશ્રમની મુલાકાત: તેઓ સવારે 9:30 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ: ત્યારપછી, સવારે 10:00 વાગ્યે, તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

ગાંધીનગરમાં મહત્ત્વપૂર્ણ રાજદ્વારી બેઠક

અમદાવાદના કાર્યક્રમો બાદ, વડાપ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. સવારે 11:15 વાગ્યે, તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે જર્મનીના ફેડરલ ચાન્સેલર સાથે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક ભારત-જર્મની સંબંધો માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.

દિલ્હીમાં યુવા સંવાદ

ગુજરાતના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નવી દિલ્હી જવા રવાના થશે. સાંજે 4:30 વાગ્યે, તેઓ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026'માં ભાગ લેશે. આમ, 12 જાન્યુઆરીનો દિવસ વડાપ્રધાન માટે સાંસ્કૃતિક, રાજદ્વારી અને યુવા-કેન્દ્રિત કાર્યક્રમોથી ભરપૂર રહેશે.