Gujarat

PM કિસાનનો 2 હજારનો હપ્તો બંધ થઈ શકે, નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઈન જાહેર

By GS TEAM
12 May 20262 mins read
TukuTouch Logo
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM કિસાનનો 2 હજારનો હપ્તો બંધ થઈ શકે, નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઈન જાહેર

PM-KISAN Scheme: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.

30 જૂન, 2026 સુધીમાં e-KYC કરવું પડશે

હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચાલુ વર્ષ 2026-27 માટે વાર્ષિક e-KYCની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તા. 30 જૂન, 2026 સુધીમાં e-KYC પૂર્ણ કરવાનું રહેશે. નહીં તો 2 હજારનો હપ્તો આવતો બંધ થઈ શકે છે.

લાભાર્થીઓ નીચે મુજબની 3 સરળ પદ્ધતિઓ પૈકી કોઇપણ રીતે સરળતાથી e-KYC કરી શકશે: 

1:  ફેસ ઓથેન્ટિકેશન: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે.

2: બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા "ઈ-ગ્રામ" કેન્દ્ર પર જઈને પણ e-KYC કરાવી શકાશે.

3: PM કિસાન મોબાઈલ એપ (સ્વયં): લાભાર્થી પોતે મોબાઈલ એપમાં 'Beneficiary' તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે. આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું e-KYC પણ કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદમાં વસતી ગણતરી: આ રીતે ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કોઈ લાભાર્થીઓ બહારગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય, તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.