સુરતમાં 15,188 હેકટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર
- કપાસ, તુવેર, સોયાબીન, કેળા, પપૈયાની વાવણી : ડાંગરનું ધરૃં નંખાયુ,આગામી દિવસોમા રોપણી
સુરત
સુરત
જિલ્લામાં જુન મહિનાના એન્ડમાં મેઘરાજા મુશળધાર વરસતા ખેતરો પાણીથી તરબોળ થતા ખેડુતોએ
જોરશોરથી વાવેતર શરૃ કરતા અત્યાર સુધીમાં ૧૫૧૮૮ હેકટર જમીનમાં ડાંગર, જુવાર, મકાઇ, તુવેર શાકભાજી ના પાકોનું વાવેતર થયુ છે.
સુરત જિલ્લામાં જુન મહિનાના ૨૦ દિવસ સુધી વરસાદ નહીં વરસતા ખેડુતો ચિંતાતુર થઇ ગયા હતા. પરંતુ જુન મહિનાના છેલ્લા અઠવાડિયામાં મેઘરાજા ખેડુતો પર મહેરબાન થયા હોઇ તેમ આ છ દિવસમાં સાંબલેધાર વરસાદ વરસ્યો હતો. અને અત્યાર સુધી સુરત જિલ્લામાં ૧૩.૮૨ ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોળ થતા ચોમાસાના પાકનું વાવેતર શરૃ કરી દીધુ છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ચૌધરીના જણાવ્યા મુજબ આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ડાગર, શાકભાજી, તુવેર, કપાસ સહિતના પાકો મળીને કુલ્લે ૧૫૧૮૮ હેકટર જમીનમાં વાવેતર કર્યુ છે.સુરત જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ડાંગરનો પાક લેવાય છે. અને ખેડુતોએ અત્યાર સુધીમાં ખેતરોમાં ડાંગરના પાકનું ધરૃ નાંખ્યુ છે. આગામી દિવસોમાં ડાંગરના કયારામાં પાણી ભરીને રોપણી શરૃ કરાશે. આથી આગામી દિવસોમાં ડાંગરના પાકની રોપણી પૂરજોશમાં શરૃ થશે.
પાક વાવેતર ( હેકટર)
શાકભાજી ૩૪૬૦
ધાસચારો ૨૬૧૨
ડાંગર ૧૭૯૩
તુવેર ૧૭૭૭
સોયાબીન ૧૬૫૪
કપાસ ૧૫૦૪
કેળ ૧૧૨૯
જુવાર ૯૫૬
મકાઇ ૮૦૩
પપૈયા ૧૦૭