Get The App

સુરત શહેરના રોડ પર વધુ 600 ઈ-બસ દોડાવવા માટે આયોજન, ટેન્ડર બહાર પડાયા

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
સુરત શહેરના રોડ પર વધુ 600 ઈ-બસ દોડાવવા માટે આયોજન, ટેન્ડર બહાર પડાયા 1 - image

image : social media

Surat E Bus : સુરત શહેરની વસ્તી અને વિસ્તાર વધવા સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. સુરત પાલિકાએ શહેરના પર્યાવરણનો ખ્યાલ રાખીને સામુહિક પરિવહન સેવા શરૂ કરી છે.  તેમાં પણ પાલિકા સામુહિક પરિવહન સેવા વિસ્તારવા સાથે સાથે પર્યાવરણનો ખ્યાલ રાખી ઈલેક્ટ્રિક બસ સતત વધારી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં સુરત પાલિકાના તમામ બસ સીટી બસ હોય તેવું આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાએ 1050 બસની ડિમાન્ડ કરી હતી જેમાંથી 450ની  ફાળવણી થઈ છે હવે બાકીની 600 ઈ-બસ દોડાવવા માટે આયોજન છે અને તેના માટે ટેન્ડર બહાર પડાયા છે. 

સુરતની સીટી અને બીઆરટીએસ બસમાં રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સુરત પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસ માટે કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તમામ ડીઝલ બસ દોડતી હતી. જેના કારણે પર્યાવરણની જાળવણી સામે પડકાર થતાં સુરત પાલિકાએ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ સુરતમાં ઇલેક્ટ્રિક બસ શરૂ કરી છે. સુરતે પર્યાવરણની જાળવણી માટે સરકાર પાસેથી 1050 બસની ડિમાન્ડ કરી હતી. તેમાંથી સુરત પાલિકાને સરકારે 450 ઈ-બસની ફાળવણી કરી છે અને આગામી દિવસોમાં વધુ 600 ઈ-બસ માટે આયોજન થઈ રહ્યું છે. આ માટે પાલિકાએ ટેન્ડર પણ બહાર પાડી દીધા છે અને આગામી દિવસમાં નિર્ણય કરાશે. પાલિકા પર્યાવરણની જાળવણી માટે સામૂહિક પરિવહન સેવામાંથી ડીઝલ બસ તબક્કાવાર દુર કરી રહી છે. ઇ-વાહનોને કારણે પર્યાવરણની જાળવણી ઉપરાંત ઇંધણની બચત પણ થઇ રહી હોય, રાજય અને કેન્દ્ર સરકારો મનપાને ઇ-બસ માટે ગ્રાન્ટ પણ આપી રહી છે. ઇ-બસની વધી રહેલી માંગને ધ્યાને રાખી હવે ઇ-બસની ખરીદી કેન્દ્ર સરકારની એજન્સી મારફત થઇ રહી છે.  પી.એમ ઇ ડ્રાઇવ યોજના હેઠળ પસંદ થયેલા સીટીમાં સુરતના પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં હાલ 200 જેટલી ડિઝલ બસ દોડી રહી છે અને તેને પણ ડિસેમ્બર 2025 સુધીમા ઈ-બસમાં ફેરવી દેવામા આવે અને સુરતના રસ્તા પર પાલિકાની ડિઝલ બસ ગાયબ થઈ જાય અને માત્ર ઈ-બસ દોડે તે માટે આયોજન થઈ રહ્યું છે. જો પાલિકાનું આ આયોજન સફળ થાય તો સુરતમાં જાન્યુઆરી 2026માં તમામ 1050 ઇલેક્ટ્રિક બસ દોડતી થઈ જશે.

Tags :