સુરત પાલિકાના સરથાણા ઝોનમાં 10.11 કરોડના ખર્ચે નવી સુમન સ્કૂલ બનાવવા માટે આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Suman School : સુરત શહેરમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સ્લમ વિસ્તારના બાળકો માટે ધોરણ 9 થી 12 માટે સુમન સ્કૂલ શરુ કરી છે. હાલ પાલિકાની 23 સુમન સ્કૂલ છે. થોડા સમય પહેલા રાંદેર અને કતારગામ ઝોનમાં વધુ બે સુમન સ્કૂલ માટે આયોજન કરાયું હતું. ત્યાર બાદ હવે પાલિકાના સરથાણા ઝોનમાં વધુ એક સુમન સ્કુલ માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે, પાલિકાના અંદાજ કરતાં ટેન્ડર આવ્યું છે તે 34 ટકા કરતા વધુ નીચું છે તેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત પાલિકા પાલિકા દ્વારા પહેલાં માત્ર પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હતું પરંતુ તબક્કાવાર પાલિકાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પણ શિક્ષણ શરૂ કર્યું છે. પાલિકાની સમિતિની શાળા અને સુમન શાળામાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે અને હવે પાલિકાના તમામ શાળાઓને હાઇટેક બની રહી છે. હવે સુરત પાલિકા દ્વારા સરથાણા વિસ્તારમાં વધુ એક સુમન સ્કૂલ શરૂ કરવા માટે આયોજન કરી રહી છે. આ માટે પાલિકાએ 11.93 કરોડના અંદાજ સાથે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડર વર્ષ 2023-24ના એસ.ઓ.આર. પ્રમાણે બનાવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 8 એજન્સીએ ટેન્ડર ભર્યા હતા જેમાંથી એક ડિસક્વોલીફાઈ થઈ હતી.
બાકી ક્વોલીફાઈ થયેલી સાત એજન્સીએ 27.27 ટકાથી 34.88 ટકા નીચું ટેન્ડર ભરી કામ કરવા તૈયારી દર્શાવી હતી. પાલિકાના સરથાણા ઝોને 34.88 ટકા નીચું એટલે કે 10.11 કરોડની રકમના ટેન્ડર માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો હોય તેને મંજૂરી માટે શાસકો સમક્ષ રજૂ કરાયું છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની સભામાં તે અંગે નિર્ણય કરાશે.








