Gujarat

સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન

By GS TEAM
25 Sep 20251 min read
TukuTouch Logo
નવ કરોડના ખર્ચે ત્રણ કિલોમીટર વોક વેમાં સેલ્ફી પોઈન્ટ, લિનિયર ગાર્ડન સહિતની સુવિધા ઉભી કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન

Surat : સુરત પાલિકાના વરાછા ઝોનમાંથી પસાર થતી કેનાલના બ્યુટીફિકેશન તથા વોક વે માટે લાંબા સમયથી માંગણી થઈ રહી હતી. આ માંગણી બાદ આગામી જાહેર બાંધકામ સમિતિમાં કેનાલ બ્યુટીફીકેશન અને વોક વે બનાવવા માટે અંદાજ મંજુર કરવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવશે. આ દરખાસ્ત મંજુર થતાની સાથે જ રાંદેર અને અઠવા ઝોન બાદ વરાછામાં પણ કેનાલ બ્યુટીફીકેશનની કામગીરી શરુ કરવામા આવશે. 

સુરત શહેરમાંથી પસાર થતી કેનાલ ગંદકીની વ્યાપક ફરિયાદ બાદ અઠવા અને રાંદેર ઝોનના કેટલાક વિસ્તારની કેનાલને બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે જેના કાણે ગંદકી થતી અટકી છે અને સુંદરતા જોવા મળે છે. વરાછા વિસ્તારમાં કેનાલ બ્યુટી ફિકેશન અને વોકવે માટેની માંગણી બાદ આગામી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આ માટે નવ કરોડનું અંદાજ રજૂ કરવામાં આવશે. બીઆરટીએસ કેનાલ રૂટ પર વચ્ચે હાલમાં ખાલી જગ્યા આવેલી જગ્યામાં કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ કિલોમીટર સુધીના કેનાલ કોરિડોરના બ્યુટિફિકેશન સહિત લિનિયર ગાર્ડન અને વોક-વે સહિત સેલ્ફી પોઈન્ટ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે.