Get The App

વડોદરાના ફતેગંજની સદર બજારમાં પાણીની નવી લાઈન નાખ્યા છતાં ગંદા પાણીનો ફોલ્ટ શોધવા ઠેર-ઠેર ખાડા ખોદયા

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ફતેગંજની સદર બજારમાં પાણીની નવી લાઈન નાખ્યા છતાં ગંદા પાણીનો ફોલ્ટ શોધવા ઠેર-ઠેર ખાડા ખોદયા 1 - image


Vadodara Corporation : ફતેગંજ વિસ્તારમાં પાણીની નવી લાઇન નાખ્યા બાદ પણ ગંદુ પાણી આવતું હોવાથી કોર્પોરેશનના તંત્રએ ફોલ્ટ પકડવા ઠેર-ઠેર ખાડા ખોદી નાખ્યા હતા. તેમ છતાં કોઈ ફોલ્ટ પકડાયો નહીં ત્યારે ફતેગંજ સદર બજારમાં બે મહિનાથી એક ખાડો ખોદીને રાખી મૂક્યો છે. ત્યારે કોર્પોરેશનના એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર કામગીરી કરતું નથી અને છેલ્લા બે મહિનાથી લોકો પરેશાન છે. 

વડોદરા શહેરમાં ઠેર-ઠેર વિકાસના કામોના બહાને આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ તેનો યોગ્ય રીતે પુરાણ કરવામાં આવતું નથી જેને કારણે અને જગ્યાએ ભુવા પડે છે અથવા તો જમીન બેસી જાય છે અને ચરિયો પડી જતી હોય છે.

તાજેતરમાં કોર્પોરેશન દ્વારા ફતેગંજ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની લાઈનના કારણે અવારનવાર ગંદા પાણીની ફરિયાદો થતી રહેતી હતી તેને ધ્યાનમાં રાખી જૂની લાઈનના સ્થાને નવી પાણીની લાઈન નાખવામાં આવી હતી. પાણીની લાઈન નાખ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી આવવાનું ચાલુ રહ્યું હતું જેથી સ્થાનિક રહીશોએ ફરિયાદ કરતા કોર્પોરેશન દ્વારા ગંદા પાણીને રોકવા પાંચ થી છ જગ્યાએ ખાડાઓ ખોટી નાખ્યા હતા પરંતુ કોઈ જગ્યાએથી ફોલ્ટ પકડાયો ન હતો. જેથી તે ખાડા ફરી પાછા પુરાણ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ફતેગંજ મેન રોડ મહાદેવના મંદિર પાસેથી સમોસા વાળા દુકાન, સદર બજાર તરફ જવાના રસ્તે જ્યાં પાણી અને ડ્રેનેજની લાઈન ભેગી થાય છે ત્યાં છેલ્લા બે મહિનાથી ખાડો ખોદીને મૂકી રાખવામાં આવ્યો છે. આ જગ્યાએ ફોલ્ટ હોવાની શક્યતા છે પરંતુ તેના સમારકામની કામગીરી કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર દ્વારા કરવામાં આવતી નથી જેથી લોકો પરેશાન થઈ ગયા છે. ફતેગંજ વિસ્તારના નાગરિકોએ અવારનવાર કોર્પોરેશનમાં વોર્ડ કક્ષાએ રજૂઆત કરી છે છતાં પણ છેલ્લા બે મહિનાથી કોઈ ઉકેલ આવતો નથી.

Tags :