Gujarat

ભાવવધારામાં ભીંસાયેલી પ્રજાને વધુ એક ફટકો : વડોદરા શહેરમાં પાઈપ લાઈનના ગેસના ભાવમાં ફરી એકવાર વધારો

By GS TEAM
2 Jun 20261 min read
TukuTouch Logo
સીએનજી, ઘરેલુ અને કોમર્શિયલ પીએનજીના ભાવમાં રૂા.2નો વધારો

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવવધારામાં ભીંસાયેલી પ્રજાને વધુ એક ફટકો   : વડોદરા શહેરમાં પાઈપ લાઈનના ગેસના ભાવમાં ફરી એકવાર વધારો

Vadodara : નાગરિકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો સહન કરવાનો વખત આવ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ (વીજીએલ) દ્વારા સીએનજી અને પીએનજીના દરોમાં વધારો જાહેર કરાયો છે. 

અગાઉ સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂા.83.95 હતો, જે વધીને રૂા.85.95 કરાયો છે, જ્યારે ઘરેલુ પીએનજીનો ભાવ પ્રતિ ક્યુબિક મીટર રૂા.51.74 હતો, જે વધીને રૂા.53.74 થયો છે. તેવી જ રીતે કોમર્શિયલ પીએનજીનો ભાવ રૂા.69.50 પ્રતિ ક્યુબિક મીટરથી વધીને રૂા.71.50 કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી ગેસની ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા ઉપરાંત ખુલ્લા બજારમાં ગેસની ખરીદિ કિંમતમાં સતત વધારો થતાં કંપનીના ગેસ પ્રાપ્તિના ખર્ચમાં વધારો થયો હોવાનું વીજીએલએ જણાવ્યું છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે સીએનજી અને પીએનજીના દરોમાં થયેલા વધારાથી લોકોના માસિક ખર્ચમાં અસહ્ય વધારો થનાર હોવાનું સ્પષ્ટ છે.