Get The App

કોમર્સ ફેકલ્ટીના વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
કોમર્સ ફેકલ્ટીના  વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની પરીક્ષામાં કાપલીબાજ વિદ્યાર્થીઓને લહેર પડી ગઈ છે. વિજિલન્સ સ્કવોડના ચેકિંગના અભાવ અને ફેકલ્ટી સત્તાધીશોના પણ ગેરરીતિઓ સામે ઢીલા વલણના કારણે  ઠોઠ નિશાળિયા જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા લક્ષી સાહિત્ય અને કાપલીઓને વોશરુમમાં સંતાડી રહ્યા છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે.

જોકે પરીક્ષામાં દર વર્ષે કાપલીબાજો માટે વોશરુમ હોટ સ્પોટ બનતા હોય છે.ગત વર્ષે તેમાં પણ ફેકલ્ટી સત્તાધીશોએ ચેકિંગ કરાવ્યું હતું.જ્યારે આ વર્ષે વોશરુમમાં વિદ્યાર્થીઓ બેરોકટોક કાપલી અને સાહિત્ય મૂકી રહ્યા છે.ચાલુ પરીક્ષાએ વોશરુમ જવાના બહાને વિદ્યાર્થીઓ આ કાપલીઓ કે સાહિત્ય વાંચી લે છે અથવા ખિસ્સામાં છુપાવીને વર્ગમાં લઈ આવે છે.

આજે એસવાયની પરીક્ષા દરમિયાન યુનિટ બિલ્ડિંગ ખાતે આ પ્રકારે વોશરુમમાં કાપલીઓના ઢગલા જોવા મળ્યા હતા અને તેનો ફોટો તેમજ વિડિયો પણ વિદ્યાર્થી આલમમાં વાયરલ થયો હતો.જેણે સત્તાધીશોની રેઢિયાળ કામગીરીની પોલ ખોલી નાંખી હતી.