Get The App

બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત 1 - image

નરોડાથી ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં લોકોને અકસ્માત નડયો

અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા ઃ હાઇવે પરની હોટલો આગળ નડતરરૃપ વાહન પાકગ કરતા ચાલકો સામે કાર્યવાહીની માંગ

બગોદરાબાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસી જતાં ચાર વ્યક્તિનાં મોત નીજપ્યા છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક તેમજ ઇજાગ્રસ્તો નરોડાથી ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં હતા ત્યારે આ બનાવ બન્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બાવળા-બગોદરા હાઇવે પર વહેલી સવારે રામનગર ગામના પાટિયા પાસે આવેલી માલધારી હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે રોડ પર ગેરકાયદે ઊભેલી એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવતું પીકઅપ વાન ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માતમાં પીકઅપ વાનમાં સવાર પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચારને ગંભીર ઇજા થતા ૧૦૮ દ્વારા પહેલા બાવળા અને ત્યારબાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત નિપજતા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે, જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે.

પીકઅપ વાનમાં સવાર લોકો નરોડાથી બાલાજી કેટરિંગનો સામાન લઈને બગોદરા પાસે આવેલા ફિલ્મ સિટી રિસોર્ટમાં એક પ્રસંગ માટે જમવાનું બનાવવા જઈ રહ્યા હતા. ત્યારે બાવળા નજીક આ ઘટના ઘટી.

 

હાઇવે પર ગેરકાયદે વાહન પાર્કિંગે ચારના ભોગ લીધા

લોકોમાં એવી ચર્ચા છે કે હાઇવે પર હોટલોની આગળ વાહનચાલકો બેફામ રીતે ટ્રક પાર્ક કરી દે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો અથડાય છે. નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર બેફામ પાકગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠી છે.

 

મૃતકોના નામ

૧. જ્યોત્સનાબેન રાઠોડ (નરોડા, અમદાવાદ)

૨. અજયભાઈ કટારા (ડુંગરપુર, રાજસ્થાન)

૩. પ્રકાશભાઈ કટારા (ડુંગરપુર, રાજસ્થાન)

૪. શૈલેષ ભવનલાલ (ડુંગરપુર, રાજસ્થાન)

 

ઇજાગ્રસ્તની યાદી

૧. નાજીબખાન પઠાણ (પીકઅપ ચાલક)

૨.કિશન સરાનીય (વસાણ ધોવાનું કામ)