Gujarat

SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ

By GS TEAM
13 May 20261 min read
SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ

વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલે અઢી મહિના પહેલાં પાડેલા દરોડાના કેસમાં નંદેસરીના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નંદેસરીના રઢિયાપુરા ગામના ખેતરમાં એસએમસીએ દરોડો પાડી રૃ.૪૩લાખ ઉપરાંતનો દારૃ,કન્ટેનર,કાર,આઠ વાહનો, મોબાઇલ અને રોકડ મળી કુલ રૃ.૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ગુનામાં મનોજ પાપડ સહિત છ પકડાયા હતા અને સૂત્રધાર તરીકે નામચીન લાલુ સિન્ધી અને સુનિલ અદાના નામો ખૂલતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા.એસએમસીએ પાડેલા દરોડામાં નંદેસરી પોલીસની  બેદરકારી જણાઇ આવતાં પીઆઇ એએ વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.