સયાજી હોસ્પિટલમાં ઇન્ટરનશીપ કરતી ફિઝીયોથેરાપિસ્ટ યુવતીએ ઝેરી દવા પી લીધા મોત
Vadodara Suicide Case : વડોદરાની ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતી 22 વર્ષની રાયસાબેન મહમદભાઈ કડીવાલા ફિઝિયોથેરાપિસ્ટ છે એને હાલમાં સયાજી હોસ્પિટલમાં તે ઇન્ટરનશીપ કરતી હતી. ગઈકાલે બપોરે સયાજી હોસ્પિટલમાં ઓપીડી 16 માં તેણે પોતાની જાતે રેટ ઝિંક નામની દવા પી લીધી હતી. જેના કારણે તેની તબિયત બગડતા તેની ક્લાસમેટ તેને સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે તાત્કાલિક વિભાગમાં લઈ ગઈ હતી.
ફિઝિયોથેરાપિસ્ટ યુવતી કયા કારણસર ઝેરી દવા પીધી તેની હજી જાણકારી મળી ન હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે રાયસાની મમ્મી ગઈકાલે દિનદયાળ પંડિત હોલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હતી. તે દરમિયાન તેઓને આ બનાવની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર લીધી આઈસાનું આજે 4:30 વાગે મોત થયું હતું. હજી સુધી પરિવારની પણ પૂછપરછ થઈ શકી નથી.