Get The App

વેફર લેવા દુકાનમાં ગયેલી 9 વર્ષની બાળકીની શારીરિક છેડછાડ

Updated: Dec 22nd, 2021

GS TEAM

Google News
Google News
વેફર લેવા દુકાનમાં ગયેલી 9 વર્ષની બાળકીની શારીરિક છેડછાડ 1 - image


વડોદરા, તા. 22 ડિસેમ્બર

વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં નવ વર્ષની બાળકી ઘર પાસેની દુકાનમાં વેફર લેવા માટે ગઈ હતી આ વખતે દુકાન બંધ હોવાથી બાળકી દુકાન સામેના રેતીના ઢગલામા રમતી હતી ત્યારે પાદરામાં રહેતો સોમા પરસોતમ વાઘેલા નામનો શખ્સ બાળકી પાસે આવ્યો હતો અને બાળકીના કપડા ઊંચા કરી શારીરિક છેડછાડ કરી હતી આ વખતે બાળકીએ બૂમાબૂમ કરતા સોમા વાઘેલા બાળકીને બે લાફા મારી ભાગી ગયો હતો બનાવની ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :